World Cup 2023: કોણ ડી વિલિયર્સ, કોણ મેક્કુલમ! શર્માજીનો છોકરો છે નવો 'SIXER' કિંગ
Rohit Sharma: ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટની છેલ્લી લીગ મેચમાં નેધરલેન્ડને 160 રને હરાવીને વર્લ્ડ કપ 2023માં પોતાનો અજેય સિલસિલો જાળવી રાખ્યો છે. ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું અને 410 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. શ્રેયસ અય્યર (128 રન અણનમ) અને કેએલ રાહુલ (102 રન)એ સદી ફટકારી હતી. આ સિવાય કેપ્ટન રોહિત શર્માએ 61 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ સાથે રોહિતે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો.
રોહિતના નામે આ મોટો રેકોર્ડ બન્યો
રોહિત શર્મા વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સ મારનાર કેપ્ટન બની ગયો છે. રોહિતે નેધરલેન્ડ સામેની મેચમાં 2 સિક્સર ફટકારી હતી. વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી રોહિતના બેટમાંથી 24 સિક્સર વાગી છે.
ઇયોન મોર્ગન પાછળ રહી ગયો
રોહિત શર્માએ વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ સિક્સર મારવાના મામલે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગનને પાછળ છોડી દીધો છે. મોર્ગને 2019 વર્લ્ડ કપમાં 22 સિક્સર ફટકારી હતી.
ડી વિલિયર્સ-મેક્કુલમ પણ પાછળ રહી ગયા
રોહિત શર્માએ આ મામલે એબી ડી વિલિયર્સ અને બ્રેન્ડન મેક્કુલમને પણ પાછળ છોડી દીધા છે. એબી ડી વિલિયર્સે 2015ના વર્લ્ડ કપમાં 21 સિક્સર ફટકારી હતી. બ્રેન્ડન મેક્કુલમે 2015 વર્લ્ડ કપમાં 17 સિક્સર ફટકારી હતી.
આ રેકોર્ડ પણ નોંધાયો
રોહિત શર્મા એક કેલેન્ડર વર્ષમાં ODIમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન પણ બની ગયો છે. રોહિતે 2023માં વનડે મેચોમાં અત્યાર સુધી 60 સિક્સર ફટકારી છે. આ પહેલા 2015માં એબી ડી વિલિયર્સે 58 સિક્સર ફટકારી હતી.
કૅલેન્ડર વર્ષમાં સૌથી વધુ જીત
નેધરલેન્ડને હરાવીને ભારતે ODIમાં પોતાના જ મોટા રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ટીમ ઈન્ડિયાએ 2023માં 24 વનડે જીતી છે. છેલ્લી વખત ભારતે આટલી બધી મેચો 1998માં જીતી હતી. આ એક કેલેન્ડર વર્ષમાં ભારતનો સૌથી વધુ વનડે જીતનો રેકોર્ડ છે, જે તૂટવાની કગાર પર છે.
Trending Photos